ઇતિહાસ

સર્વોપરી ભગવાનશ્રી સ્વામિનારાયણ અક્ષરધામશ્રી ગઢપુરમાં સવંત ૧૮૬૧ મહા સુદ ૧૧ એ પધાર્યા ત્યારે દાદાખાચરના દરબારગઢ પાછળ ઊતરદ્વારે ભવન હતું (શ્રીહરિ.ચ.સા.પુ.૧૫) ત્‍યાં નિવાસ કરતા તે ભગવાનનો ઊતારો શ્રીઅક્ષર ઓરડી ના નામથી ઓળખાય છે જે ભુમીમાં શ્રીહરિ વર્ષો સુધી અનેક મનુષ્ય ચરિત્ર અને દિવ્ય લીલા ચરિત્રો કર્યા જયાં નિત્ય પોઢતા -નિત્યપુજાપાઠ આદિક કર્મ કરતા જયાં સ્વમુખે વચનામૃત કહ્યા છે જેમાં ગઢડા પ્રથમ પ્રકરણ.૩૧,૫૫,(પોતાના ઊતારે ઊગમણે દ્વાર ઓરડાની ઓસરી) ૬૫ (પોતાને પોઢવાની ઓરડીની ઓસરી), ૭૩ (પોતાના ઊતારાને વિશે ઊતરાદે દ્વાર ઓરડીની ઓસરી).૭૬ ગઢડા મ.પ્ર.૧૮,૨૮, ૩૧,૩૨,૩૩(પોતાના ઊતારે ઢોલીયા ઊપર),૪૦,૫૩,૬૩,૬૭ (પોતાના ઊતારે ગંગાજળીયા કૂવા પાસે), ગઢડા અ.પ્ર. ૩,૪(પોતાના ઊતારે મેડીની ઓસરી),,, ૧૨,૧૫ (પોતાના ઊતારે મેડીના ગોખમાં)૨૦, ૨૩ (પોતાના ઊતારાને વિષે ફળીયાની વચ્ચે).આદિ ૨૨ વચનામૃતમાં અક્ષર ઓરડી(પોતાનો ઊતારો)નું વર્ણન છે અને શ્રી દુર્ગપુરમાહાત્મ્ય માં અક્ષરભવનના પુર્વ દ્વારને બહાર એક સારી ઓસરી હતી.અને અક્ષરભવનને પશ્વિમ તરફ ઓસરી હતી (અધ્યાય ૯ શ્લોક ૨૫-૨૮)જેના આધારે ચારે દિશામાં ઓસરી અને માઢ મેડી જરૂખા વાળી ઓરડી હતી તેવીજ આજે બનાવવામાં આવે છે.આ અક્ષરઓરડીમાં સ.ગુ. મુળ અક્ષર મૂર્તિ શ્રી ગોપાળાનંદસ્વામીને દિક્ષા આપી જયાં નિત્ય પ્રભાતે પ્રભુના દર્શને અનેક દેવતાઓ અને સંતો આવે છે.શ્રી હરિએ અહિ સ્વયં કુવો ગળાવ્યો ત્યારે તેમાં સ્વયં ગંગાજી પ્રગટ થયા તેથી તે કુવાને ગંગાજળીયા તરીકે ઓળખવામાં આવે છે (શ્રી દુર્ગપુરમાહાત્મ્ય અ.૯ શ્લોક ૧૬) જેમાં શ્રી હરિ નિત્ય સ્નાન વિધી કરતા. ભગવાન શ્રીસ્વામિનારાયણે સવંત ૧૮૮૬ જેઠ સુદ ૧૦ ના રોજ આજ અક્ષર ઓરડીમાં અંતીમ સ્વાસ લીધો(ર્દેહત્યાગકર્યો) હતો.

 

અક્ષર ઓરડી એટલે ભગવાનનું વિશ્રામ સ્થાન જયાં શ્રીહરિએ વિશ્રામ કર્યો ત્યાં આજે પણ માણસને મનના વિચારો થી વિશ્રાતીનો અનુભવ થાય છે. મહારાજ આજે પણ દિવ્ય તનું ધારી આજ અક્ષર ઓરડીમાં પોઢવા પધારે છે.

 

મુળ અક્ષર ઓરડી પર અંદાજે ૧૨૫ વર્ષ પહેલા જીર્ણોધ્ધાર કરી મંદિર બનાવવામાં આવેલ હાલ તે પણ જીર્ણ થતા પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજ તથા ભાવિઆચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજની આજ્ઞાથી ગઢપુર મંદિર ટ્રસ્ટી બોર્ડ દ્વારા કોઠારી સ્વા.ઘનશ્યામવલ્લભદાસજીની આગેવાની નિચે ભગવાનશ્રી હરિના સમયે હતી તેવીજ અસલ મુળ અક્ષર ઓરડી શાસ્ત્રોના વર્ણન પ્રમાણે બનાવવાનું કામ હાથ ધરતા સ્વયં શ્રી હરિનો રાજીપો હોય તેમ અક્ષર ઓરડીમાં નિચે (ભુગર્ભ)ભંડક હતું તેજ પ્રસાદિની કમાનને સહિત ચારે દિવાલ અને પ્રસાદિની ગાર પ્રાપ્ત થયું તે હાલ મોજુદ છે અને દર્શન આપે છે આ ભંડકની લીલા નું વર્ણન સંતો એ કર્યું છે.

 

(૧) ઓગણોતેરા કાળમાં મહારાજ અક્ષરઓરડી માં ભંડક હતું તેમા છાના રહેતા અને માથે જટા વધારી હતી અને પોતે પાણી પીવા માટે કચરાનો લોટકો રાખ્યો હતો એટલે સૌને સુચના આપતા જે આગળ દુકાળ પડવાનો છે માટે સૌ ઢોરા વેચી તથા ઘરેણા વેચી અનાજનો સંગ્રહ કરજો.

( શ્રીઅક્ષરાનંદસ્વામીની વાતુ વા.૯૩.)

 

(૨)ભગવાન શ્રી હરિએ ઓગણોતેરા કાળમાં દાઢી ને વાળ વધાર્યા હતા ૩ માસ ના બોટાદમાં ઊતરાવ્યા અને પછી ૬ માસ ના દાઢી વાળ ગઢપુરમાં ઊતરાવ્યા હતા.

(શ્રી હરિચરિત્રામૃતસાગર પુર ૧૫.ત.૧૭.)

 

(૩) અક્ષરઓરડી ના ભંડક માં મહારાજને દાંત બંધાવવા હતા પછી કારીગર સોનીને બોલાવી સોનાના વાળા થી મહારાજે દાંત બંધાવ્યા તે સમે સ.ગુ.બ્રહ્મચારી આનંદાનંદજી મહારાજને કોગળા કરાવવા માટે પાણીનો લોટો લઇને ઊભા હતા પછી મહારાજને દાંત બંધાવી કોગળા કરાવ્યા.

(શ્રીઅક્ષરાનંદસ્વામીની વાતુ વા.૯૪.)

 

નોંધ-આ કાર્યમાં ૨૫૦૦ રૂ. ૧ ફુટ ની સેવા કરનારના નામ કાર્ય ચાલે ત્યાં સુધી

 

 www.Gopinathji.com પર લખવામાં આવશે.એ શિવાય કોઇ જગ્યાએ લેખ લખવામાં આવશે નહિ. સેવા કરનારે મંદિરની ઓફીસથી પાકી પાવતી મેળવી લેવી.

 

Copyright © 2010 Shreeji Mandir Surat | Designed by Perfect Marketing | Hosted by: Garvi Infotech Pvt. Ltd. | Call:+9825088887